પાર્ક કરેલ લકઝરી બસોમાં આગ:5 બસો ભડથું:આગનું કારણ અકબંધ

GUJARAT Publish Date : 29 December, 2020 01:41 PM

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ પાસે મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં મોડી રાતે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પાંચ જેટલી લકઝરી બસો બળીને ખાક થઈ ગઈ હતી જ્યારે બે લકઝરી અને એક કારને થોડું નુકસાન થયું હતું.


ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ મોડી રાતે 3.40 આસપાસ કોલ મળ્યો હતો કે ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ પાસે મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં આગ લાગી છે. જેથી ફાયર ફાઇટર સહિત ટીમો રવાના થઈ હતી. પાર્ક કરેલી 7 જેટલી લકઝરી આગના લપેટામાં આવી ગઈ હતી. જેમાં પાંચ લકઝરી આખી બળી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. 

Related News