અમદાવાદના થલતેજમાં એવું તો શું બન્યું કે લોકોને લાગ્યું એલિયન આવ્યા ?....?

SCIENCE & TECH Publish Date : 31 December, 2020 07:21 PM

રાજકોટ 

 

અમદાવાદમાં શું એલિયન આવ્યા છે ?.. શું થલતેજ પાસે કોઈ આકાશી ઘટના ઘટી છે ?.... આ સવાલ આજે અમદાવાદનો દરેક અમદાવાદી પૂછી રહ્યો છે ... કારણ કે અમદાવાદના થલતેજમાં અચાનક સ્ટીલનો થાંભલો ખડકાઈ ગયો .. કેવી રીતે અને કોને સ્ટીલનો થાંભલો ખડકી દીધો તેને લઈને અનેક સવાલ અને ચર્ચાઓ અને અફવાઓ ઉડવા લાગી હતી જોકે થલતેજમાં ક્યાંથી અને કેવી રીતે સ્ટીલનો થાંભલો આવ્યો એ અંગે અનેક ચર્ચાઓ શરૂ થઇ છે અમેરિકા અને યુરોપના કેટલાક શહેરમાં જેમ અચાનક સ્ટીલનો અને ગોલ્ડ નો થાંભલો ખડકાયો હતો તેવી સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે જોકે આ મામલે જુ સુધી કોઈ સત્તાવાર વિગત સામે નથી આવી રહી પરંતુ જેટલા મોઢા એટલી વાતો થઇ રહી છે હાલ તો અમદાવાદમાં થલતેજમાં ખડકાયેલા થાંભલા ને લઈને ચર્ચાઓ શરૂ થઇ રહી છે જોકે સત્ય શું છે એ સૌકોઈ શોધી રહયા છે

Related News