બાઇડનની ટીમમાં શામેલ ભારતીય વિનય રેડ્ડી અને ગૌતમ રાઘવાન કોણ છે??? જાણો....

INTERNATIONAL Publish Date : 22 December, 2020 04:41 AM

અમેરિકાના પ્રેસિડન્ટ ઈલેક્ટ જો બાઈડનની ટીમમાં વધુ બે ભારતીયોને સામેલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ બાઈડનને સમારંભોમાં, કાર્યક્રમમાં શું બોલવાનું છે, તે ભારતના વિનય રેડ્ડી તેમને જણાવશે. વિનયને પ્રેસિડેન્શિયલ સ્પીચ રાઈટિંગના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ રીતે પ્રેસિડેન્શિયલ પર્સનલમાં ભારતના ગૌતમ રાઘવનને ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. મંગળવારે પ્રેસિડન્ટ ટ્રાંઝિશન ટીમ તરફથી આ જાણકારી આપવામાં આવી .

બાઈડનની ટીમમાં અત્યાર સુધીમાં ભારતીય મૂળના 8ને મળી મોટી જવાબદારી

વિવેક મૂર્તિ જેને યુએસ સર્જન જનરલ નોમિનેટ કરવામાં આવ્યા.

અતુલ ગવંડે અને સેલિન ગાઉન્ડરને કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા.

નીરા ટંડનને ઓફિસ ઓફ ધ મેનેજમેન્ટ એન્ડ બજેટ લીડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

વેદાંત પટેલ વ્હાઈટ હાઉસના આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી હશે.

માલા અદિગ્યને ફર્સ્ટ લેડી જિલ બાઈડનના પોલિસી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

કોણ છે ગૌતમ રાઘવન?

ગૌતમનો જન્મ ભારતમાં થયો હતો. તેઓએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે.

રાઘવન બાઈડન હેરિસ ટ્રાંઝિશનમાં ડેપ્યુટી હેડ ઓફ પ્રેસિડેન્શિયલ એપોઈનમેન્ટ તરીકે કામ કરી ચુક્યા છે.

આ પહેલાં તેઓ યુએસના ચીફ ઓફ સ્ટાફ રહ્યાં છે.

ગિલ ફાઉન્ડેશનના વાઈસ પ્રેસિડન્ટ રહ્યાં છે.

ઓબામા-બાઈડન એડમિનિસ્ટ્રેશનમાં રાઘવનને વ્હાઈટ હાઉસના લાઈઝન ઓફિસર LGBTQ કોમ્યુનિટી અને એશિયન-અમેરિકન એન્ડ પેસિફિક આઈલેન્ડ કોમ્યુનિટી બનાવવામાં આવ્યા હતા.

કોણ છે વિનય રેડ્ડી?

બાઈડન- હેરિસ ટ્રાંઝિશન દરમિયાન સ્પીચ રાઈટર રહ્યાં.

ઈલેકશન કેમ્પેઈન દરમિયાન જો બાઈડન અને કમલા હેરિસના સીનિયર એડવાઈઝર અને સ્પીચ રાઈટર રહ્યાં.

બાઈડનના ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન વિનય તેમના ચીફ સ્પીચ રાઈટર રહ્યાં.

નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશનના વાઈસ પ્રેસિડન્ટ રહ્યાં છે.

યુએસ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સીના સીનિયર સ્પીચ રાઈટર રહ્યાં છે.

Related News