સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેંલા જ કોંગ્રેસમાં રાજકારણ ગરમાયુ:અમિત ચાવડા અને પરેશ ધાનાણી ના રાજીનામાં

GUJARAT Publish Date : 16 December, 2020 12:54 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે યુવા નેતાઓએ હોદ્દા પરથી રાજીનામુ ધરી દેતાં ફરી રાજકારણ ગરમાયું છે. પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઇને દિલ્હી દોડી ગયાં છે. પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો હતો. આઠેય બેઠકોપર પરાજય થતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવા તૈયારી દર્શાવી હતી.

Related News