ભગવાન શ્રી રામ જન્મભૂમિમાં ભવ્ય મંદિરના નિર્માણ કાર્યમાં તન,મન,ધનથી જોડાઓ

RAJKOT-NEWS Publish Date : 15 January, 2021 11:35 AM

ભગવાન શ્રી રામ જન્મભૂમિમાં ભવ્ય મંદિરનાં નિર્માણ કાર્યમાં તન, મન, ધન થી જોડાઓ
 રાજકોટ મહાનગરમાં પાંચ વિસ્તારો (ઝોન)ની રચના કરવામાં આવેલ છે જેમાં કુલ પાંચ વિસ્તાર(ઝોન) કુલ ૧૬ નગર અને કુલ ૧૩૮ બસ્તીના ભાગ પાડવામાં આવેલ છે
આજ રોજ રાજકોટ મહાનગરમાં પાચ વિસ્તાર(ઝોન)માચેક સ્વીકારનો કાર્યક્રમ શરૂ.    

શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે.  અવિરત ચાલતા અને ભવ્ય મંદિરનાં નિર્માણમાં પ્રત્યેક હિન્દુ પરિવાર લાભ લઈ શકે તે માટે સમિતિનાં સ્વયંસેવકો ઘરે ઘરે જઈ આ સંર્પક અભિયાન પ્રારંભ આજથી ૧પ જાન્યુઆરીથી માઘપૂર્ણીમાં ર૭ ફેબ્રુઆરી સુઘી તેમજ આ દરમિયાન પૂરા દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક વ્યાપક નિધિ સંગ્રહ અભિયાન શરૂ થનાર છે.  જેમાં દેશનાં પ લાખ કરતા વધુ ગામો માટે ૧૩ કરોડ હિન્દુ પરિવારો પાસે મંદિર માટે દાન લેવાનો સંકલ્પ ચાલુ થનાર છે.  તમામ ધાર્મિક સંસ્થાઓ, મઠ, મંદિરો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર.એસ.એસ. તથા વિચાર ક્ષેત્રોની તમામ સંસ્થાઓ જોડાવાની છે.

રાજકોટ મહાનગરમાં પાંચ વિસ્તારો (ઝોન)ની રચના કરવામાં આવેલ છે જેમાં કુલ પાંચ વિસ્તાર(ઝોન) કુલ ૧૬ નગર અને કુલ ૧૩૮ બસ્તીના ભાગ પાડવામાં આવેલ છે અને આ સંપર્ક યોજનામાં સ્વયંસેવકો કાર્ય કરવાના છે. આ અભિયાનમાં આજરોજ રાજકોટ મહાનગરમાં આજથી શ્રીરામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ સ્વીકારનો કાર્યક્રમ (૧) નટરાજ  વિસ્તારમાં દિનાંક : ૧૫-૦૧-૨૦૨૧ શુક્રવાર, સમય : સાંજે ૦૭:૩૦ વાગ્યે, સ્થાન : નટરાજ  વિસ્તાર કાર્યાલય, ૪૦૪, કુબેર કષ્ટ ભંજન કોમ્પ્લેક્સ ,ગીરીરાજ હોસ્પિટલ સામે, સુઝૂકી શો રૂમ ની બાજુમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ - ૭., પૂર્વમેયર મા. શ્રીમતી બીનાબેન આચાર્ય.  શ્રી નીતિનભાઈ ભારદ્વાજ ઉપસ્થિત રહેનાર છે. તેમજ -દિનાંક  ૧૬-૦૧-૨૦૨૧ શનિવારના રોજ બીઝા ચાર વિસ્તાર(ઝોન)માં (ર) વર્ધમાન વિસ્તાર:-  સમય : સાંજે 0૮:૦૦ વાગ્યે, સ્થાન : ત્રિશુલ ચોક, ભકિત હોલ ની સામે, બોલબાલા માર્ગ, રાજકોટ., ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ તથા અન્ય ઉપસ્થિત રહેનાર છે. (૩) લક્ષ્મી વિસ્તાર : સાંજે  0૭:૪૫ વાગ્યે, સ્થાન : લક્ષ્મી વિસ્તાર કાર્યાલય, રાધે શ્યામ ડેરી સામે, યુનિવર્સલ સ્કુલની બાજુ માં, રાઠોડ સુપર માર્કેટ ની બાજુમાં, ખીજડા વાળો રોડ, રાજકોટ. ધારાસભ્યશ્રી
શ્રી લાખાભાઈ સાગઠિયા તથા અન્ય ઉપસ્થિત રહેનાર છે. (૪)  મારૂતિ વિસ્તાર :- સવારે ૯:૩૦ વાગ્યે, સ્થાન : મારુતિ વિસ્તાર કાર્યાલય, "ક્રિષ્ના", શિવાજી પાર્ક, શેરી નંબર-૨, ઇન્કમટેક્સ સોસાયટી સામે, રૈયા રોડ, રાજકોટ 
શ્રી કમલેશભાઈ મિરાણી-ભાજપ પ્રમુખ તથા અન્ય ઉપસ્થિત રહેનાર છે.  (૫) રણછોડ વિસ્તાર :- સમય :  રાત્રે ૦૮:૩૦ વાગ્યે. સ્થાન  રણછોડ વિસ્તાર કાર્યાલય,  બોમ્બે સુપર મોલ ર, વિઝન સ્કુલ પાસે, ડિ-માર્ટ પાછળ, કુવાડવા રોડ, રાજકોટ, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી તથા અન્ય ઉપસ્થિત રહેનાર છે.

Related News