રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ડોક્ટર-એન્જીનીયર-વકીલ-સીએને બનાવ્યા ઉમેદવાર : 28ની ટિકિટ કપાઈ

RAJKOT-NEWS Publish Date : 04 February, 2021 06:14 PM

રાજકોટ 

 

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં ગુરુવારે બપોરે 2 કલાકે ભાજપના 72 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે આ યાદીમાં બિઝનેશમેન થી લઈને રાજનેતાઓના ભાઈ અને દીકરા સાથે ડોક્ટર,વકીલ,પૂર્વ ધારાસભ્ય,પૂર્વ મેયરના પુત્ર અને શિક્ષિત ઉમેદવારોને ટિકિટ ફાળવી છે... આ યાદીમાં ગાયનેક તબીબો અને અન્ય ફેકલ્ટીના ડોક્ટરનો સમાવેશ થાય છે તો સિવિલ એન્જીનીયરથી લઈને વકીલ સુધી અને સીએ થી લઈને માસ્ટર ડિગ્રી ધરાવતા ચહેરાઓને તક આપવામાં આવી છે 72 બેઠકોની વાત કરીએ તો 50 ટકા મહિલાઓને સમાવવામાં આવ્યા છે તો તેઓ પૈકી મોટાભાગના શિક્ષિત અને સામાજિક જીવનમાં જોડાયેલા ઉમેદવારો છે , તો પાર્ટીએ બોલ્ડ બનીને 12 મોટા માથાઓની ટિકિટ કાપી છે જેમાં ઉદય કાનગડ, કશ્યપ શુક્લ,મુકેશ રાદડિયા, અનિલ રાઠોડ,અરવિંદ રૈયાણી, કમલેશ મીરાણી, બાબુભાઇ મકવાણા,આશિષ વાગડીયા, અશ્વિન મોલીયા સહિતના ની ટિકિટ કપાઈ છે તો નવા કહી શકાય તેવા અનેક ચહેરા પણ જોવા મળયા છે...

 

Related News