ભાજપે રાજ્યસભાનાં ઉમેદવાર કર્યા જાહેર દિનેશ પ્રજાપતિ,રામભાઇ મોકરિયાને ટિકિટ

TOP STORIES Publish Date : 16 February, 2021 05:18 PM

રાજકોટ

રાજ્યસભાના ઉમેદવાર તરીકે  મૂળ પોરબંદર ના અને હાલ રાજકોટ સ્થિત થયેલા રામભાઇ મોકરિયા ને ભાજપે પસંદ કર્યા છે.. 1.06.1957 માં જન્મેલા રામભાઈ પોરબંદર ના ઘેડ પંથક ના ભોળ ગામના રહેવાસી છે...  રામભાઈ કોલેજ કાળ થી જ નેતાગીરી ના ગુણ ધરાવે છે... રામભાઈ માધવાણી કોલેજ માં અભ્યાસ દરમિયાન જીએસ હતા.. ત્યાર બાદ એબીવીપી અને જનસંઘ અને ભાજપ સાથે જોડાયેલા છે.. રામભાઈ મોકરિયા 2 દીકરા અને 1 દીકરી નો પરિવાર ધરાવે છે... 1985 માં ટ્રાવેલ્સ અને બાદમાં મારુતિ કુરિયર દ્વારા ખ્યાતિ મેળવી ચુક્યા છે.. રામભાઈ એ પોરબંદર નગરપાલિકા ના સદસ્ય પણ રહી ચૂક્યા છે.. જોકે ભાજપ સાથે 4 દાયકાના રાજકીય કારકિર્દી ને પગલે રામભાઈ ને આજે ભાજપે ઉમેદવાર બનાવ્યા છે ...

Related News