ડબલ મર્ડર હત્યાકાંડ:વીમો અને જમીન માટે બેવડી હત્યાનો ઉકેલાયો ભેદ

SAURASHTRA Publish Date : 16 October, 2020 04:14 AM

પતિ ની વિમા પોલીસી તથાં જમીન મુદે ભાઇ ની મદદથી પતિને મોત ને ઘાટ ઉતાર્યો:નિર્દોષ કારચાલક ની પણ હત્યા: વેકરી મડઁર મિસ્ટ્રી

ગોંડલ 
તાલુકા નાં વેકરી ગામ પાસે નાં ડેમ નજીક પુલ નીચે  પાણી માં થી ગત મોડી રાત્રીનાં ઇન્ડીકા વિસ્ટાકાર  માં બે પુરુષ ની મળી આવેલ લાશ ની મડઁર મિસ્ટ્રી ઘટનાં માં પતિ ની આઠ વિઘા જમીન તથાં રુ.પચ્ચીસ લાખ ની પોલીસી માટે પત્ની અને મૃતકના સાળા એ કાવત્રું ઘડી મોત ને ઘાટ ઉતાર્યો ની સનસની વિગતો બહાર  આવી છે.જુનાગઢ એલસીબી એ મૃતકના સાળા ને દબોચી લઇ ગોંડલ તાલુકા પોલીસ ને સોંપ્યો છે.જ્યાંરે મૃતક ની પત્ની હજું હાથ આવી નાં હોય તેને ઝડપી લેવાં પોલીસે તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જુનાગઢ રહેતાં રમેશભાઈ  કલાભાઇ બાલધા તેની પત્ની મંજુ ઉર્ફ મરીયમ તથાં રમેશભાઈ નાં સાળા એટલે કે મંજુ નો ભાઇ નાનજી ઉર્ફ નાશીર ભીમા ત્રણ દિવસ પહેલાં તા.13 નાં ચોટીલા ચામુંડા માતા નાં દશઁન કરવાં જવાનું આયોજન કરી જુનાગઢ નાં અશ્ર્વીનભાઇ પ્રેમજીભાઇ પરમાર ની ઇન્ડીકા કાર ભાડે બાંધી ચોટીલા ગયાં હતાં.બાદ માં પરત ફરતી વેળા મંજુ ઉર્ફ મરીયમ ગોંડલ ઉતરી ગઇ હતી.આ વેળા મંજુ નાં ભાઇ નાનજી ઉર્ફ નાશીરે ડ્રાઇવર અશ્ર્વિન ને કાર વેકરી તરફ લેવાં જણાવ્યું હતું.પુવઁ યોજીત કાવત્રા મુજબ રસ્તા માં નાનજી ઉર્ફ નાશીરે પોતાનાં બનેવી રમેશભાઈ તથાં કાર ચાલક અશ્ર્વિન ને દારું પિવરાવ્યો હતો.બન્ને દારું પીને ચિક્કાર થઇ જતાં નાનજી એ વેકરી નજીક ડેમ પાસે કાર થોભાવી દારું નાં નશા માં અધઁબેહોશ બનેલાં રમેશભાઈ તથાં અશ્ર્વિન સહીત કાર ને પુલ નીચે ધક્કો મારી ગબડાવી દેતા કાર વીસ ફુટ ઉંડા પાણી માં ગરક થતાં રમેશભાઈ તથાં અશ્ર્વિન નાં મોત નિપજ્યાં હતાં.બાદ માં નાનજી ઉર્ફ નાશીર ગોંડલ આવી બહેન મંજુ ને લઇ જુનાગઢ પરત ફર્યો હતો.
દરમ્યાન ત્રણ દિવસ થી રમેશભાઈ લાપતા હોય તેનાં ભાઇએ જુનાગઢ પોલીસ માં જાણ કરતાં બીજી બાજું અશ્ર્વીનભાઇ પણ ભાડું બાંધી ચોટીલા ગયાં બાદ પરત નહીં ફરતાં તેનાં પરીવારે જુનાગઢ પોલીસ માં જાણવા જોગ ફરીયાદ કરતાં પોલીસે તપાસ એલસીબી ને સોંપી હતી.એલસીબી ની તપાસમાં રમેશભાઈ ની પત્ની મંજુ ઉર્ફ મરીયમ તથાં તેનાં ભાઇ નાનજી ઉર્ફ નાશીરે રમેશભાઈ ની જમીન તથાં વિમા પોલીસી હડપ કરવાં કારસો રચી કાર ચાલક સહીત રમેશભાઈ ને ચિક્કાર દારું પીવરાવી કાર સહીત બન્ને ને ઉંડા પાણી માં ધકેલી મોત ને અંજામ આપ્યો હતો.પોલીસે નાનજી ઉર્ફ નાશીર ને જડપી લેતાં મડઁર મિસ્ટ્રી નો ઘટસ્ફોટ થવાં પામ્યો હતો.તાલુકા પોલીસે પતિ ની હત્યાં ની મુખ્ય સુત્રધાર મંજુ ઉર્ફ મરીયમ ને જડપી લેવાં ચક્રો ગતિમાન કરી નાનજી ઉર્ફ નાશીર ની વિષેશ પુછપરછ હાથ ધરી...

Related News