ચીનનું ચાંગાઝ ચંદ્રની સપાટી પર ઉતર્યું:ચંદ્રની જમીનના નમૂના લેશે

SCIENCE & TECH Publish Date : 02 December, 2020 01:38 AM

ચીનનું ‘ચાંગઝ e 5’ અવકાશયાન ચંદ્રની સપાટી પર ઊતરી ગયું છે. ચીનની અંતરિક્ષ એજન્સીના જણાવ્યા પ્રમાણે, અંતરિક્ષ યાન ચંદ્રની સપાટી પર ઉતર્યું છે. આ મિશન ચીનના સૌથી શક્તિશાળી રોકેટ લાંગ માર્ચ-5 દ્વારા 24 નવેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. મિશન દ્વારા ચીન ચંદ્રની સપાટી પરથી માટીના નમૂના ધરતી પર લાવશે. આશરે 4 દશકા પછી આવું પ્રથમવાર થઇ રહ્યું છે જ્યારે કોઈ દેશ ચંદ્રની સપાટી પર ખોદકામ કરીને ત્યાના ખડકો અને માટી પૃથ્વી પર લાવી રહ્યું છે

 

.ચંદ્રની કક્ષામાં પહોંચ્યા પછી ‘ચાંગઝ e 5’એ પોતાનું લેન્ડર તેની સપાટી પર પહોંચશે. જે સુરક્ષિત રૂપે પૂર્વ નક્કી કરેલી જગ્યાએ ઊતરી ગયું છે. જ્યારે તેનું ઓર્બિટર ચંદ્રનો ચક્કર મારી રહ્યું છે. લેન્ડર ચંદ્રની જમીનમાં ખોદકામ કરીને માટી અને ખડક કાઢશે. ફરીથી આ નમૂના લઇને અસેન્ડર પાસે જશે. અસેન્ડર નમૂના લઇને ચંદ્રની સપાટી પરથી ઉડશે અને અંતરિક્ષમાં ચક્કર કાપી રહેલા મુખ્ય યાન સાથે જોડાઈ જશે.

Related News