માત્ર એક જ વખત ટોયલેટ જવાની છૂટ, એકથી વધુ વખત ગયા તો ભરવો પડશે દંડ:જુઓ કઈ કંપનીએ લાગુ કર્યો ટોયલેટ નિયમ

INTERNATIONAL Publish Date : 08 January, 2021 08:12 PM

ચીનની એક કંપનીએ નવી ટોયલેટ પોલીસી લાગૂ કરી દીધી છે. જે હેઠળ કર્મચારીઓને દિવસમાં એક જ વખત ટોયલેટ જવાની મંજુરી હશે. એકથી વધારે ટોયલેટ જશે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે.

ચીનના ગુઆંગડૉદ રાજ્યના ડૉંગ ગુઆંગમાં સ્થિત કંપરનીનો આ નિયમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કંપની એ વાતને માની છે અને જણાવ્યું કે, એકવારથી વધુ વખત ટોયલેટ જવા પર દર વખતે કર્મચારી પાસેથી 20 યૂઆ એટલે કે 220 રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવે છે.આ નિયમ લાગુ કરવા પાછળ કારણ જણાવતા કંપનીના અધિકારીઓએ કહ્યું કે, આ પગલું તે આળસું કર્મચારીઓના કારણે લેવામાં આવ્યું છે જે કામથી બચવા માટે અનેક વાર ટોયલેટ બ્રેક લેતા હતા. આ સંબંધિત એક નોટિસ પણ જાહેર કરી દીધી હતી. જેને કેટલાક કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. આ હરકત બાદ કંપનીએ 7 કર્મચારીઓને 20 અને 21 ડિસેમ્બરે નોકરીમાંથી છૂટાં કરી દીધાં.

Related News