અત્યાર સુધી બચેલા એન્ટાર્કટિકામાં કોરોનાનો પગ પેસારો:36 લોકો કોરોના પોઝિટિવ

INTERNATIONAL Publish Date : 22 December, 2020 04:29 AM

દુનિયામાં કોરોના વાયરસનો ફેલાવો થયો તેને એક વર્ષ પુરુ થયું છે. ચીનમાંથી ફેલાયેલો આ વાયરસ એક વર્ષની અંદર આખી દુનિયામાં ફરી વળ્યો છે,છેવાડા ના એવા કેટલાક દેશો છે જે હજુ સુધી કોરોનાની ઝપટે ચડ્યા નહતા પરંતુ હવે એ દેશોમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે,દુનિયાના દક્ષિણ ભાગમાં આવેલો એન્ટાર્કટિકા મહાદ્વિપ કોરોના વાયરસથી બચેલો હતો. ત્યારે હવે ત્યાં પણ કોરોના વાયરસ પહોંચી ગયો છે.

એન્ટાર્કટિકાએ આ પહેલા પ્રવાસીઓ માટે ટ્રાવેલ બેન કર્યો હતો. જેના કારણે ત્યાં કોરોનાનો ચેપ પ્રસરે નહીં. એવું માનવામાં આવી રહ્યું છે કે 27 નવેમ્બરે ચીલીથી થોડો સામાન એન્ટાર્કટિકા પહોંચ્યો હતો, તેની સાથએ કોરોના વાયરસ પહોંચ્યો છે. એન્ટાર્કટિકામાં આવેલા ચિલીના રિસર્ચ સેન્ટરના 36 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. સોમવારે આ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ લોકોમાં 26 લોકો સેનાના છે અને 10 લોકો મેઇન્ટેનસ વાળા છે. ચીલીની સેનાએ કહ્યું કે તેણે તમામ કોરોના પોઝિટિવ સૈનિકોને પરત બોલાવ્યા છે.

Related News