કોરોના વેકસિન લગાવવા જતી વખતે સાથે રાખવા પડશે ડોક્યુમેન્ટ,,,જાણો

GUJARAT Publish Date : 01 March, 2021 12:11 PM

કોરોના વેકસિન લગાવવા જતી વખતે સાથે રાખવા પડશે ડોક્યુમેન્ટ,,,જાણો 

રાજ્યભરમાં આજથી કોરોના વેકસીનેશન ના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો, ઉપરાંત સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો તેમજ તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોરોનાની રસી આપવામાં આવશે

આ તબક્કામાં 45 વર્ષ થી ઉપરના અને 60 વર્ષ સુધીના તમામ ને રસી મુકવામાં આવશે, સાથે તંત્ર તરફથી પણ રસી ને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, 

ત્યારે કોરોનાની રસી લેવા જતી વખતે અમુક બાબતો પણ ધ્યાન માં રાખવી પડશે, જેમાં 45 વર્ષ થી ઉપરની ઉંમર ના ને કોઈ બીમારી હશે તો તેનું તબીબી સર્ટિફિકેટ આપવું પડશે સાથે વેકસિન લેવા જતા વ્યક્તિએ પોતાની સાથે ઓળખ માટેના પુરાવા પણ રાખવા પડશે જેમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, દ્રાઇવિંગ લાયસન્સ, અથવા પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે.

Related News