8 જાન્યુઆરીએ દેશના તમામ જિલ્લાઓમાં કોરોના વેકસીનની ડ્રાયરન યોજશે

NATIONAL NEWS Publish Date : 06 January, 2021 07:29 PM

દેશમાં કોરોના વેક્સિનેશનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર પહેલાથી જ સ્પષ્ટ કરી ચુકી છે કે દેશના દરેક નાગરિક સુધી કોરોના વેક્સિન પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે સમાચાર આવી રહયા છે કે 8 જાન્યુઆરીના દિવસે દેશના તમામ જિલ્લાઓમાં કોરોના વેક્સિનેશનનો ડ્રાય રન યોજાશે. હાલમાં જ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે.

ગઇ કાલે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એવા સંકેત આપવામાં વ્યા છે કે આગામી 13-14 જાન્યુઆરીથી દેશવ્યાપી કોરોના રસીકરણ શરુ થઇ શકે છે. ત્યારે હવે આ રસીકરણની તૈયારીઓ અને આયોજનને આખરી ઓપ અપાઇ રહ્યો છે.  પહેલા પણ અમુક રાજ્યો અને પસંદ થયેલા જિલ્લાઓમાં કોરોના રસીકરણનો ડ્રાય રન યોજવામાં આવ્યો છે. ત્યારે 8 જાન્યુઆરીએ દેશના તમામ જિલ્લામાં ડ્રાય રન યોજાશે.

Related News