સિરમની રસી સૌથી સસ્તી:કિંમત માત્ર રૂપિયા 250 જેટલી રાખવામાં આવશે:ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

NATIONAL NEWS Publish Date : 08 December, 2020 01:21 AM

દુનિયાની સૌથી મોટી વેક્સિન-નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SSI) કેન્દ્ર સરકારની સાથે કોરોના વેક્સિન-કોવિશીલ્ડના સપ્લાઈ-કોન્ટ્રેક્ટ પર સાઇન કરવાની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેઓ સરકારને એક ડોઝ રૂ. 250માં આપશે.સીરમ ઈન્સ્ટિટ્યૂટ એ ભારતમાં કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી ઉપયોગ કરવાની મંજૂરી માગી છે , ટૂંક સમયમાં જ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે. ઉપયોગ કરવાની મંજૂરી ની પ્રોસેસ  ઝડપી બનાવી દેવામાં આવી છે. જો બધું બરાબર રહેશે તો જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ જશે. કોવિશીલ્ડને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે જ તેની ફેઝ 2/3ની ટ્રાયલ્સ કરાવી છે.

Related News