દ્વારકા જામનગર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:4 ના ઘટના સ્થળે મોત

SAURASHTRA Publish Date : 01 December, 2020 01:32 AM

દ્વારકા- જામનગર હાઇવે પર દ્વારકાથી 15 કિમી દુર ધ્રેવાડ ગામ પાસે સામેથી રોંગ સાઇડમાં આવી રહેલ એક ટ્રકના ચાલકે અલ્ટો કારમાં ધડાકાભેર ટક્કર મારતા ટ્રકમાં કાર ધુસી ગમખ્વાર અકસ્માત સર્જ્યો.

ધડાકાનો અવાજ આવતા આસપાસના ગ્રામજનો ધટના સ્થડે પહોચી 108ને ફોન કરી ટ્રકમાં ધુસી ગયેલ કારને દોરડા વડે બાંધી કાર અને ટ્રક છુટા પાડી કારમાં રહેલ એક મહિલા તેમજ ત્રણ પુરૂષને બહાર કાઢ્યા હતા. 108ની ટીમને ધટના સ્થળે પહોચતા ત્રણ વ્યક્તિને મૃત જાહેર કરેલ હતા. તેમજ એક મહિલાને ગંભીર દ્વારકા સરકારી હોસ્પીટલે ખસેડેલ હતા.

મૃતકો ના નામ મહેન્દ્રસિહ રતનજી રાજપુત (ઉ.વ. 25 રે. જીલ્લો મહેસાણા, તા. ઉંજા, ગામ કામલી રાજપુતવાસ), પવનસિહ ભુપતસિહ રાજપુત (ઉ.વ.20 રે. કર્ણાવતી સોસાયટી, મહેસાણા), જયમિન બળદેવજી ઠાકોર (ઉ. 19) આ ત્રણેયના ધટના સ્થળે મૃત્યુ થયેલ.

Related News