દિલ્હી સહિત 3 રાજ્યોની ધરા ધ્રુજી:4.2 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

NATIONAL NEWS Publish Date : 18 December, 2020 02:25 AM

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું. આ ભૂકંપનું એપીસેન્ટર રાજસ્થાનના અલવરમાં રહ્યું હોવાનું જણાવાયું છે. ભૂકંપનો આ આંચકો રાતે 11.46 વાગ્યે અનુભવાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ ધરતીની સપાટીથી 5 કિમી નીચે રહ્યું હતું.

ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર હજુ સુધી મળ્યા નથી. ભૂકંપના આંચકા ગુરૂગ્રામ, ગાઝિયાબાદ અને નોઈડામાં પણ અનુભવાયાની જાણકારી સ્કાયમેટ વેધરે આપી હતી. ભૂકંપના આંચકા અનુભવાતા થોડી સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહેતા લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા હતા.

Related News