ખેડૂત આંદોલનમાં ટ્રાન્સપોર્ટરો સમર્થનમાં, 8મીથી ટ્રકો થંભી જશે

NATIONAL NEWS Publish Date : 03 December, 2020 05:10 AM

કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે. બીજી તરફ ખેડૂતોને હવે ટ્રાન્સપોર્ટ સંગઠનોનું પણ સમર્થન મળી રહ્યું છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઇએમટીસી) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોની માગણી વ્યાજબી છે અને તેના સમર્થનમાં આગામી આઠમી ડિસેમ્બરથી સમગ્ર ઉત્તર ભારતમાં ટ્રાન્સપોર્ટર્સ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવશે. જેને પગલે આગામી આઠમી તારીખથી સમગ્ર ઉત્તર ભારતમાં ટ્રકો ના પૈડાં થંભી જશે..આમ થશે તો પુરા ઉત્તર ભારતમાં સપ્લાય પુર્વઠો ઠપ્પ થઇ જશે. કેમ કે ટ્રકો વગર વસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન કરવું શક્ય નથી

Related News