જામજોધપુરના મોટી ગોપ ગામે સ્વયંભૂ લોકડાઉન નો નિણર્ય

SAURASHTRA Publish Date : 25 March, 2021 02:50 PM

જામજોધપુરના મોટી ગોપ ગામે સ્વયંભૂ લોકડાઉન નો નિણર્ય ...

દર્શન મકવાણા જામજોધપુર

          જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં ગ્રામ પંચાયતે મિટિંગ બોલાવીને ગામમાં સ્વયંભૂ લોકડાઉન નો નિણર્ય લીધો.
 
        જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે છેલ્લા બે-ત્રણ દિવસમાં કોરોનાના ૧૧ કેસ નોંધાતાં ગોપ ગામમાં ચિંતા નું મોજું પ્રસરી ગયું છે.ગ્રામ પંચાયતના સરપંચ જયોત્સનાબેન પાથરની અગ્રતામાં ગ્રામ પંચાયતની બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો કે, કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે ગામમાં તા.૨૫ માર્ચ  થી ૩૧ માર્ચ સુધી સ્વયંભૂ લોકડાઉન પાળવું.ગામમાં લારી ગલ્લા અને ગુજરી બંધ રાખવા તથા આ વર્ષે ગામમાં હોળીના તહેવારની નિમિતે પૂજન પૂરતી ઉજવણી કરવામાં આવશે.ગામમાં હોળી નિમિત્તે યોજાતાં જમણવાર ,ડીજે ના કાર્યક્રમો બંધ રાખવામાં આવશે.અને ઉલ્લેખનીય છે કે ગોપ ગામે નોંધાયેલા ૧૧ કેસો પૈકીના પાંચ જામનગર ની હોસ્પિટલમાં છે.છ દર્દીને હોમ  આઇસોલેટ રાખવામાં આવ્યા છે

Related News