જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના સેવા પ્રકલ્પો માં વધુ એક ઉમેરો

SAURASHTRA Publish Date : 25 March, 2021 02:48 PM

જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના સેવા પ્રકલ્પો માં વધુ એક ઉમેરો

 જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ ઘણા સમયથી અંગદાન-ચક્ષુદાન-દેહદાન જેવી અનેક વિધ સેવાઓ અંતર્ગત સમાજમાં જાગૃતિ લાવવા સતત પ્રયત્નો કરતું રહ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં ટ્રસ્ટની  સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં પ્રસરે તે માટે આયોજન થઈ રહ્યા છે ત્યારે આ બધી પ્રવૃત્તિઓ ઉપરાંત જરૂરિયાત મંદ લોકો ને વ્યાજબી ભાવે ટ્રસ્ટના  માધ્યમથી એમ્બ્યુલન્સની સેવા મળી રહે તે માટે આજરોજ એમ્બ્યુલન્સ સેવા પણ લોકો માટે ઉપલબ્ધ કરાવી છે . આજરોજ નવા સેવા પ્રકલ્પના  પ્રારંભ વિધિમાં શ્રીહરેશભાઈ હરિયાણી, જનાર્દનભાઇ આચાર્ય, અનંતભાઈ રાજા, કિશોરભાઈ દવે, વિનુભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 હરેશભાઈ હરીયાણીએ દિપ પ્રાગટ્ય કરી એમ્બ્યુલન્સને ખુલ્લી મૂકી હતી 
 ટ્રસ્ટના હિતેચ્છુ અને માર્ગદર્શક વડીલ શ્રી જનાર્દનભાઇ આચાર્ય રૂપિયા 5,000 યોગદાન આપી ટ્રસ્ટની પ્રવૃત્તિને બિરદાવી હતી.

 એમ્બ્યુલન્સની સેવા માટે શ્રી જીતુભાઇ મહેતા મોબાઈલ નંબર ૯૮૨૪૬૮૬૩૩૯ નો અને ઉમેશ મહેતા ૯૪૨૮૫૦૬૦૨૨  સંપર્ક કરવા ટ્રસ્ટના ચેરમેન શ્રી ઉમેશભાઈ  મહેતાએ જણાવ્યું છે

Related News