ઉલટી કહેવત:સ્ત્રી ની સફળતા પાછળ પુરુષની કુરબાની:પત્નીના કરિયર માટે છોડશે 730 કરોડનું બોનસ

INTERNATIONAL Publish Date : 11 December, 2020 12:43 PM

જર્મનીના ઓનલાઈન ફેશન સ્ટોર જલાન્ડોના કો સીઈઓ રુબિન રિટરે પોતાની પત્નીના કેરિયર માટે નવા વર્ષમાં નિવૃત્ત થઈ જવાની જાહેરાત કરી છે .એટલુ જ નહીં 750 કરોડ રુપિયાનુ બોનસ પણ જતુ કરવાનો નિર્ણય કર્યો છે.રિટર કહે છે કે, નવા વર્ષમાં હું રિટાયર થઈ જઈશ અને ઘર તેમજ બાળકોની જવાબદારી હું સંભાળીશ.જેથી કરીને પત્નીને કેરિયર આગળ વધારવા માટે મદદ અને સમય મળે.

રિટરે કહ્યુ હતુ કે, મેં અને મારી પત્નીએ ભેગા થઈને આ નિર્ણય લીધો છે અને પત્નીના કેરિયરને વેગ આપવાની મારી પ્રાથમિકતા છે.રિટરની પત્ની જજ છે.

Related News