ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ નેતાની ચીર વિદાઇ:માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન

GUJARAT Publish Date : 09 January, 2021 01:41 PM

 

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ વિદેશમાં છે. આથી માધવસિંહ ની અંતિમવિધ આવતીકાલ  સંપૂર્ણ સરકારી સન્માન સાથે કરવામાં આવી શકે છે નિધન ના દુઃખદ સમાચાર થી પુરો સોલંકી પરિવાર શોકમગ્ન બન્યો છે. 

માધવસિંહ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી માટે જાણીતા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાત કોંગ્રેસનેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.

Related News