ગુજરાત બોર્ડનો નિર્ણય:ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો, હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા

GUJARAT Publish Date : 01 January, 2021 06:39 PM

કોરોનાની મહામારીને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ-9થી ધોરણ-12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે. જે મુજબ ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કર્યું છે.જ્યારે ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.  વર્તમાન કોરોનાની સ્થિતિને કારણે માત્ર એક વર્ષ સુધી જ આ નિયમ લાગુ પડશે.

Related News