26 જાન્યુઆરીની ઉજવણી ને લઈ રાજ્ય સરકારે SOP જાહેર કરી

GUJARAT Publish Date : 19 January, 2021 06:33 PM

 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવાની છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાને પગલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) જાહેર કરી છે. આ SOP મુજબ રાજ્યમાં માત્ર 56 મિનિટમાં જ દેશભક્તિના પર્વને પૂર્ણ કરવો પડશે. તેમજ પ્રજાસત્તાક દિને રાજ્યકક્ષાના કાર્યક્રમમાં એક હજાર લોકો હાજર રહી શકશે. ઉપરાંત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં 400 લોકો હાજર રહી શકશે. જ્યારે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં 250 લોકો સામેલ થઈ શકશે. પ્રજાસત્તાક પર્વમાં સામેલ થનાર દરેક લોકોએ ફરજીયાત માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડીને SOP જાહેર કરી છે.

Related News