ધો.10 અને 12 બોર્ડ પરીક્ષા જાહેર:70 % અભ્યાસ ક્રમ સાથે લેવાશે પરીક્ષા

GUJARAT Publish Date : 03 February, 2021 06:40 PM

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરાયું છે. આગામી 10મી મેથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે, આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે.

કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓના હિતમાં અગાઉ  અભ્યાસક્રમમાં 30%નો કાપ મૂકવામાં આવ્યો હતો. જેથી આગામી પરીક્ષા 70% અભ્યાસક્રમ સાથે પરીક્ષા લેવામાં આવશે.

ધોરણ 10માં 10મી મેએ ભાષાનું પેપર, 12મી મેએ વિજ્ઞાન, 15મી મેએ ગણિત, 17મી મેએ સામાજિક વિજ્ઞાનની પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધી પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12ના બોર્ડની પરીક્ષા 10મી મેથી 21મી મે સુધી યોજાશે. જેનો સમય બપોરે 3 વાગ્યાથી 6.30 કલાક સુધીનો રહેશે.

Related News