હળવદના વેપારીએ માનવતા મહેકાવી:10 લાખ રૂપિયા પરત કર્યા

SAURASHTRA Publish Date : 10 June, 2021 12:16 AM

હળવદના બિયારણના વેપારીએ ભુલથી દશ લાખ રૂપિયા આવેલા પરત કરી માનવતા મહેકાવી

રૂપિયા માટે ભાઈ ભાઈનો વેરી બની જવાની ઘટના અનેક વખત પ્રકાશમાં આવતી હોય છે પરંતુ હળવદના એક વેપારીના બેંક ખાતામાં ભુલથી દશ લાખ જેવી માતબર રકમ આવી જતાં મુળ માલીકને પરત કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું

કોરોના કાળમાં ભલભલા આર્થિક મુંજવણમા છે અને ઘર ચલાવવા માટે ફાંફાં પડી રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે દશ લાખ જેવી માતબર રકમ પરત કરી દેવાનો માનવતા સભર બનાવ હળવદમા ઘટ્યો છે જેમાં હળવદનમા વિશ્વાસ સીડ્સ એગ્રી કંપનીએ ભુલથી ભગીરથ ટ્રેડીંગના વિપુલભાઈ સગરના બેંક એકાઉન્ટમા દશ લાખ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરી દીધી હતી પરંતુ પરિશ્રમ અને હકનુ જ લેવાની ટેવવાળા વિપુલભાઈનો જ્યારે વિશ્વાસ સીડ્સ કંપનીએ વિપુલભાઈનો સંપર્ક કરતાં તરતજ તેમણે પોતાના બેંક એકાઉન્ટમા આવેલી રકમ પરત કરી દીધી હતી આમ દશ લાખ જેટલી માતબર રકમે પણ મન ડગ્યું નહી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
પ્રેસ રિપોર્ટર અમિતજી વિધાંણી હળવદ

Related News