અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રી કારફ્યુના સમયમાં ફેરફાર:રાત્રીના 9 ને બદલે 10 થી 6 સુધી રહેશે રાત્રી કરફ્યુ

GUJARAT Publish Date : 30 December, 2020 09:54 PM

ગુજરાતના ચાર મહાનગરોમાં કોરોનાની વણસતા રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો હતો પરંતુ આજે મળેલી  કેબિનેટની બેઠકમાં રાત્રિ કર્ફયૂનો સમય પણ ઘટાડીને 1 જાન્યુઆરીથી 9 વાગ્યાને બદલે 10 વાગ્યાથી 6 વાગ્યાનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નાઈટ કર્ફ્યુ 14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 1 જાન્યુઆરી 2021થી રાત્રિ કર્ફ્યૂના અમલનો સમય રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્યો છે

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળ કોરોના સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ પર ધ્યાન રાખવા બનેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે અને સાથોસાથ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, તેથી હવે કર્ફ્યૂનો સમય ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.

Related News