શુ તમે જાણો છો?? ચોટલો વાળવાથી શા ફાયદા થાય છે?? વાંચો આર્ટિકલ

લેડીઝ કોર્નર Publish Date : 11 December, 2020 05:22 AM

આપણે નાનપણથી જ આપણા દાદી અને નાનીના મોંથી સાંભળતા આવ્યા છીએ કે ચોટલો વાળવાથી વાળ લાંબા થાય છે. પરંતુ ઘણા ઓછો લોકોને ખ્યાલ હોય છે કે ચોટલો વાળવાથી ખરેખર વાળ વધે છે. એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે ચોટલો વાળવાથી વાળ વધે છે. કારણ કે ચોટલો વાળવાથી બધા વાળ ભેગા રહે છે જેથી વાળ ઓછા તૂટે છે. આ ઉપરાંત વાળમાં ઓછો તણાવ રહે છે જેથી વાળનો ઝડપથી વિકાસ થાય છે. માટે જો લાંબા વાળ જોઈતા હોય તો વાળમાં તેલ નાખીને ચોટલો વાળીને રાખવો.

વાળને જો ખુલ્લા રાખવામાં આવે તો તે ઝડપથી ઘુંચવાય જાય છે અને તુટવા લાગે છે. આ ઉપરાંત ખુલ્લા વાળ રાખવાથી વાળમાં ધૂળ-માટી અને ગંદગી સરળતાથી લાગી જાય છે. જેના લીધે વાળ નબળા પડી જાય છે તેમજ વાળમાં ખોળાની સમસ્યા થાય છે. પરંતુ ચોટલો વાળેલો રાખવાથી વાળ ઓછા ઘૂંચવાય છે જેથી વાળનો ગ્રોથ સારો રહે છે. ચોટલો વાળવાથી વાળ બંધાયેલા રહે છે તેથી વાળમાં નમી બરકરાર રહે છે જેથી વાળને પોષણ મળે છે. જો વાળને વધારે પોષણ આપવા માંગતા હોય તો વાળમાં બદામ અને નારિયેળ તેલ લગાવી હળવા હાથે માલીશ કરવી અને ચોટલો વાળી લેવો. ચોટલો વાળવાથી બધું પોષણ વાળમાં લોક થઇ જાય છે અને પોષણ વાળના મૂળ સુધી પહોંચે છે અને વાળને આરામ આપે છે. જેથી વાળનો ગ્રોથ પણ સારો રહે છે.જે લોકોના વાળ વચ્ચે વચ્ચેથી તૂટી જાય છે અને બેમોઢાં વાળ બની જાય છે. તો તેવા લોકો માટે જો ચોટલો વાળે તો આ સમસ્યા દુર થાય છે. વાળ ખુલ્લા રહેવાથી તે પ્રદુષિત વાતાવરણ તેમજ ધૂળ માટીના સંપર્કમાં આવે છે. આ ઉપરાંત વાળમાં ઘૂંચ વળે છે જેના કારણે વાળ બેજાન બની જાય છે અને તૂટે છે. એટલું જ નહિ પરંતુ તેનાથી વાળ બેમોઢા થઇ જાય છે જેથી વાળનો ગ્રોથ અટકી જાય છે. ચોટલો વાળવામાં આવે તો આ સમસ્યાઓ સામે રક્ષણ મળે છે.

Related News