પાંચ લાખ દિવડાઓથી ઝગમગી ઉઠશે રામજન્મ ભૂમિ અયોધ્યા: 500 વર્ષ બાદ ભવ્ય દિવાળીની ઉજવણી

DHARM BHAKTI Publish Date : 07 November, 2020 02:18 AM

શ્રીરામની નગરી અયોધ્યામાં આ વખતની દીવાળી ઐતિહાસિક હશે. અયોધ્યા વિવાદ પર કોર્ટના નિર્ણય અને રામ મંદિરના ભૂમિપૂજન પછીની આ પહેલી દીવાળી છે, 500 વર્ષથી અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ ચાલતો હતો.ત્યારે યોગી સરકારે આ દીવાળીના અવસર ઉપર ભવ્ય ઉજવણીની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. દીવાળીના અવસર ઉપર અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દીવાળીના એક દિવસ પહેલા જ અયોધ્યાના ઘાટ ઉપર 5 લાખ 51 હજાર દીવડાઓ કરવામાં આવશે. જેની રોશનીથી અયોધ્યા નગરી ઝગમગી ઉઠશે.

મહત્વની વાત એ પણ છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાના આ ઉત્સવની તૈયારી પર નજર રાખી રહ્યા છે. ઉપરાંત આ ઉજવણી દરમિયાન તેઓ સ્વયં પણ ત્યાં ઉપસ્થિત રહેશે. તો આ કાર્યક્રમના કારણે અયોધ્યામાં ભારે ભીડ એકત્ર થાય તેવી શક્યતાને પગલે તેમજ કોરોના મહામારીને ધ્યાને રાખીને ઉત્તર પ્રદેશ સરકારે લોકોને અયોધ્યા ના આવવાની અપીલ કરી છે. આ આખો કાર્યક્રમ ઓનલાઇન નિહાળી શકાશે

Related News