19મી માર્ચથી ધો. 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા શરૂ:કોરોના કાળ વચ્ચે રાજ્ય સરકારનો નિર્ણય

GUJARAT Publish Date : 17 March, 2021 06:53 PM

શાળાઓમાં પરિક્ષાઓને લઇ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે જેમાં આગામી 19મી માર્ચથી 27 માર્ચ દરમિયાન ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા યોજાઈ રહી છે. 

કોરોનાને કારણે ઓફલાઇન શિક્ષણ બંધ હતું. હવે તબક્કાવાર શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ રહ્યું છે, ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું પણ પ્લાનિંગ જાહેર કરી દેવાયું છે જેમાં ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે અને વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15મી જૂન વચ્ચે યોજાશે.

સ્કૂલોએ પોતાની રીતે પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. બોર્ડ દ્વારા ધો.9 થી12માં 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી દેવાયો છે, ત્યારે સ્કૂલો બોર્ડ દ્વારા જાહેર કરાયેલા 70 ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ પરીક્ષા લેવાની રહેશે.

Related News