ઈન્ડિયન એર ફોર્સનું ફાઈટર વિમાન મિગ-21 બાઈસર દુર્ઘટનાનો ભોગ બન્યું

NATIONAL NEWS Publish Date : 17 March, 2021 06:09 PM

નવી દિલ્હી: ઈન્ડિયન એર ફોર્સનું ફાઈટર વિમાન મિગ-21 બાઈસર દુર્ઘટનાનો ભોગ બન્યું છે. 

આજે સવારે સેન્ટ્રલ ઈન્ડિયામાં એક એરબેઝ પર કૉમ્બેટ ટ્રેનિંગ મિશન દરમિયાન ટેક ઑફ કરતાં સમયે ભારતીય વાયુ સેનાનું Mig-21 વિમાન ક્રેશ થઈ ગયું. 

આ દુર્ઘટનામાં એક ગ્રુપ કેપ્ટને પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે હાલ સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.

આ દુ:ખદ અકસ્માતમાં ઈન્ડિયન એરફોર્સે પોતાના ગ્રુપ કેપ્ટન એ.ગુપ્તાને ગુમાવ્યા છે. ઈન્ડિયન એર ફોર્સ આ દુ:ખદ ઘડીમાં તેમના પરિવારના સભ્યો સાથે ઉભુ છે. 

દુર્ઘટનાના કારણો જાણવા માટે કોર્ટ ઑફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવામાં આવ્યા છે

Related News