રાજકોટ જિલ્લામાં કોરોના રસિકરણની અવિરત ચાલતી કામગીરી: એઇમ્સના મેડીકલ છાત્રોએ લીધી કોરાનાની રસી

RAJKOT-NEWS Publish Date : 16 March, 2021 08:00 PM

રાજકોટ જિલ્લામાં અવિરત ચાલતી કોરાના વેકિસનેશનની કામગીરી

રાજકોટ એઇમ્સના મેડીકલ છાત્રોએ લીધી કોરાનાની રસી: 
કેરાલાની વિદ્યાર્થીની ટી.વિષ્નુંનો પ્રતિભાવ “ રસીથી ડરવાની જરૂરી નથી”

- રાજકોટ જિલ્લામાં કોરાનાની રસીકરણની કામગીરી અવિરત ચાલી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના રસીકરણ સેન્ટરમાં ફ્રન્ટલાઇન કોરોના વોરીયર તેમજ ૪૫ વર્ષથી ઉપરના ગંભીર બીમારી ધરાવતા લોકોને શેડયુઅલ અને રજીસ્ટ્રેશન મુજબ રસી આપવામાં આવી રહી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે આજે બપોર સુધીમાં અંદાજે ૧૫૦ લોકોને કોરાનાની વેકિસન તાલીમબધ્ધ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી.આ કામગીરી ૧૬ જાન્યુઆરીથી ચાલુ છે. આજે રાજકોટ એઇમ્સના મેડીકલ છાત્રોને પણ કોરાનાની રસી આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રસીકરણ વિભાગમાં સ્ટાફની કામગીરીની આવકારી હતી. વિદ્યાર્થીઓએ રસીકરણ અંગે પ્રતિભાવ આપ્યો હતો. કેરાલાની વિદ્યાર્થીની ટી. વિષ્નુપ્રિયાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ કે કોરાનાની રસીની આડ અસર થતી નથી.લોકોએ ગભરાયા વગર રસી લેવી જોઇએ. તેમણે જયાં સુધી કોરોના છે ત્યાં સુધી માસ્ક પહેરવા તેમજ  સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.
સિવિલ હોસ્પિટલના વેકસીનેશન સેન્ટરમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના કો-મોરબીટ બિમારીવાળા અનેસીનીયર સીટીજન લોકોને પણ રસી આપવામાં આવે છે.  
   માજી સૈનિક ચુનિલાલ શામજીભાઇ ત્રાડાએ રસી લઇને જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રસીકરણ માટે સારીમાં સારી વ્યવસ્થા છે. ઓબ્ઝર્વેશન રૂમ યોગ્ય સંભાળ રાખવામાં આવે છે.રસીકરણથી થનાર સામાન્ય અસર અંગે પણ સમજણ આપવામાં આવે છે. તેઓએ લોકોએ ગભરાયા વગર રજીસ્ટ્રેશન પ્રમાણે વારો આવે તેમ રસી લેવી જોઇએ તેમ જણાવ્યું હતુ. 

Related News