હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા ૫૦ રાસન કીટનું વિતરણ

SAURASHTRA Publish Date : 08 June, 2021 07:02 PM

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ  હળવદ દ્વારા ૫૦ રાસન  કીટનું વિતરણ


 કોહેસન ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સહયોગથી ડોર ટુ ડોર સર્વે કરી  જરૂરિયાત મંદોને વિતરણ

  અલગ અલગ સ્લમ વિસ્તાર માં રહેતા 50 જેટલા પરિવારોને અનાજ કરીયાણાની કીટ વિનામૂલ્યે આપવામાં આવી. આ અનાજ કરીયાણાની કીટ જરૂરિયાત મંદ લોકો સુધી જ પહોંચે તે માટે ગ્રુપના સભ્યો દ્વારા આગલા દિવસે સ્લમ વિસ્તારમાં જઈને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો.

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ નિરાધાર નો આધાર બની *અન્નદાન મહાદાન* એ ઉક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરી.

આ કોરોના મહામારી ને કારણે સમગ્ર દેશમાં અનેક લોકો ની આવક બંધ થઈ ગઈ છે અને અનેક પરિવારને ગુજરાત ચલાવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે તેવા સમયમાં કોહેશન ફાઉન્ડેશન તેમજ  રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનાજ કરીયાણાની વિનામૂલ્યે કિટ આપવાનુ આયોજન નક્કી કરવામાં આવ્યું હતું જેના સાથ સહકારથી હળવદ ખાતે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ ના સહયોગથી આજે હળવદ ના અલગ અલગ સ્લમ વિસ્તાર ના 50 જેટલા જરૂરીયાત મંદ પરિવારોને અનાજ કરીયાણાની કીટનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું આ પરિવારના લોકો અા કીટ મેળવી ને ખરેખર જરૂરિયાતમંદ લોકોના ચહેરા પર  ખૂબ જ આનંદ છવાઈ ગયો . અનાજ કરીયાણાની કીટ મેળવ્યાનો આનંદ લોકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના સભ્યોએ કોહેસન  ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશનના કર્મચારીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રૂપના પ્રમુખ અજુભાઈ કાર્યકારી ઉપપ્રમુખ બિપીનભાઈ કાપડિયા ખજાનચી મયુરભાઈ પરમાર ,દાતા  અશોકભાઈ  રિલાયન્સ ફાઉન્ડેશન, ગ્રુપના સભ્યો શનિભાઈ ચૌહાણ , સંજયભાઈ માલી, એ. ડી સોલંકી, ભાવિનભાઈ શેઠ ધીરેનભાઈ શેઠ, સુરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રભાઈ મહેતા, ગૌરાંગભાઈ ચૌહાણ, કાળુભાઇ ચૌહાણ સહિતના સભ્યો હાજર રહ્યા હતા

પ્રેસ રિપોર્ટર અમિતજી વિધાંણી હળવદ

Related News