વડોદરાના ખાનપુરમાં કોરોના વિસ્ફોટ:31 માર્ચ સુધી સ્વયંભૂ લોકડાઉન

GUJARAT Publish Date : 17 March, 2021 06:56 PM

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વડોદરાના ના નાના એવા ગામ માં એકસાથે 47 કેસ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે, વડોદરા જિલ્લામાં આવેલા ખાનપુર ગામમાં કોરોના વિસ્ફોટ થયો છે નાનકડાં ગામમાં 47 કેસ નોંધાતા ગામને સ્વયંભૂ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ડરના માર્યા લોકો ફફડી રહ્યાં છે. ગામના પટેલ ફળિયામાં જ 35થી વધુ કેસ મળી આવ્યાં છે. જેથી સમગ્ર ગામને 31મી માર્ચ સુધી સ્વયંભૂ રીતે સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.

Related News