હળવદના ટીકર ગામ ની બ્રાહ્મણી નદીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા ૬ હુડકા સહિત ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત

SAURASHTRA Publish Date : 08 February, 2021 07:42 PM

 


હળવદ તાલુકાના ટીકરગામ ની બ્રાહ્મણી નદી માં સફેદ રેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર  ફલાઈગ સ્કોડ અને મોરબી ભૂસ્તરશાસ્ત્રી કચેરીના સંયુક્ત ઉપક્રમે ટીકરગામની બ્રાહ્મણી નદીમાં છાપો મારતા નદીના પટમાં ૬ હુડકાએ  બિનવારસી હાલતમાં મળી આવતા ખાન ખનીજ વિભાગ એ  રૂપિયા ૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


હળવદ તાલુકાની બ્રાહ્મણી નદીમાં સફેદ રેતી ની  જિલ્લામા અને જિલ્લા બહાર ભારે માંગ છે ત્યારે ભુમાફિયાઓ તંત્રને સંતાકુકડી રમાડી ને માલામાલ બની જાયછે અને  તગડી રકમ  કમાય છે ત્યારે હળવદ તાલુકાના ટીકર ગામ ની નદી માં રેતીનું ખનન વહન ચાલી રહ્યું છે તેની ચોક્કસ બાતમી ગાંધીનગર ફલાઈગ સ્કોડ અને મોરબી ભૂસ્તર શાસ્ત્રીના અધિકારીને  મળતા ગાંધીનગર ભૂસ્તરશાસ્ત્રી  રોયલ્ટી ઇન્સ્પેક્ટર પી .એન.સોલંકી મોરબી ભુસ્તર શાસ્ત્રી એ. જે ભાદ્રારકા .ભરતભાઈ પટેલ સહિતના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સિક્યુરિટી ગાર્ડ સાથે ટીકર ગામની નદીમાં છાપો મારતા નદીના પટમાં ૬ હુડકાઓ બીનવારશી હાલતમાં  મળી આવતા ૬ હુડકાઓ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી  કિંમત રૂપિયા ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ખનીજ વિભાગે હળવદ પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી  અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.          

 પ્રેસ રિપોર્ટર 
અમિતજી વિધાંણી હળવદ

Related News