ધૈર્યરાજસિંહ ની મદદે આવ્યા હળવદના સેવાભાવી યુવાનો:માતબર રકમ એકઠી કરી

SAURASHTRA Publish Date : 16 March, 2021 07:55 PM

ધૈર્યરાજસિંહ ની મદદ માટે હળવદ ના સેવાભાવી યુવાનો એ 1,39,000 માતબર રકમ નું દાન એકત્ર કરી અને તેમના નિવાસસ્થાને રૂબરૂ જઈને તેમના વાલી ને ચેક અર્પણ કર્યો

ગુજરાત ના મહીસાગર જિલ્લા ના ધૈર્યરાજસિંહ ગંભીર બીમારી ના લીધે મોંઘી સારવાર માટે ગુજરાત ભર ના અનેક સ્થળો એ દાન એકત્ર કરવામાં આવી રહ્યું છે ત્યારે તે અનુસંધાને હળવદ ના યુવાનો એ પણ હળવદ શહેર ની શેરીયો ગલિયો માં ફરી અને ધૈર્યરાજસિંહ માટે 1.39 લાખ જેવી માતબર રકમ નું દાન એકત્ર કર્યું હતું અને ધૈર્યરાજસિંહ ના નિવાસસ્થાને રૂબરૂ જઈને ધૈર્યરાજસિંહ માં પિતાશ્રી ને ચેક અર્પણ કર્યો હતો જેમાં હળવદ ના સેવાભાવી યુવાનો સર્વે શ્રી દિનેશભાઈ ભરવાડ , હિતેશભાઈ ભરવાડ ,જીતેન્દ્રભાઈ ઠાકોર  રાહુલભાઈ ભરવાડ બુટેશભાઈ ભરવાડ  અને રાહુલભાઈ ઠાકોર રૂબરૂ સહાય આપવા ગયા હતા ત્યારે હળવદ ના યુવાનો એ સેવા ની સુગંધ પ્રસરાવી ફરી એક વખત રાજ્યભર માં હળવદ નું નામ રોશન કર્યું હતું.  
 પ્રેસ રિપોર્ટર 
અમિતજી વિધાંણી હળવદ

Related News