હળવદ તાલુકાના પ્રતાપ ગઢ ગામ પાસે ટેન્કર ચાલક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા ટેન્કર પલટી મારતા ડ્રાઇવર નો બચાવ

SAURASHTRA Publish Date : 28 January, 2021 05:39 PM

હળવદ તાલુકાના પ્રતાપ ગઢ ગામ પાસે ટેન્કર ચાલક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા ટેન્કર પલટી મારતા ડ્રાઇવર નો બચાવ 


અમદાવાદ થી ગાંધીધામ  તરફ જતુ કેમિકલ ભરેલું ટેન્કર પ્રતાપગઢ ગામ ના  પાટીયા પાસે   ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા ટેન્કર પલ્ટી મરતા કેમિકલ ની રોડ પર રેલમછેલ સર્જાઇ હતી  અકસ્માતના પગલે સદનસીબએ ડ્રાઈવર નો આબાદ બચાવ થયો હતો
હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે પર અવાર નવાર  અકસ્માત થવાના બનાવો બનતા હોય   ત્યારે આવો જ એક અકસ્માત નો બનાવ બન્યો હતો હળવદ તાલુકાના પ્રતાપ ગઢ ગામ  પાટીયા પાસે   અમદાવાદ તરફથી આવતું ટેન્કર ગાંધીધામ જતું હતું ત્યારે પ્રતાપ ગઢ ગામ પાસે પહોતતા  ટેન્કર ચાલક સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા  ટેન્કર રોડથી નીચે ઉતરી જતા પલટી ખાઇ જતા  ટેન્કર માં ભરેલ કેમિકલ ટેન્કર માંથી વેહવા લાગ્યું હતુ કેમિકલ ની રોડ પર રેલમછેલ  સર્જાઇ હતી બનાવની જાણ આજુબાજુના ખેત મજૂરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે ટેન્કરચાલક નો  આબાદ બચાવ થયો ત્યારબાદ બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી છે.           ‌

Related News