હળવદના ૫૩૩ માં સ્થાપના દિનની ઉજવણી અમર મહેલ હળવદ ખાતે કરવામાં આવી

SAURASHTRA Publish Date : 11 March, 2021 08:20 PM

હળવદના ૫૩૩ માં સ્થાપના દિનની ઉજવણી અમર મહેલ હળવદ ખાતે કરવામાં આવી હતી. 

જેમાં હળવદ-ધ્રાંગધ્રા રાજપરિવારના પ્રતિનિધી તરીકે રાજરાણા શ્રી પ્રહલાદસિંહજી ઝાલા સોખડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

આ "ઉજ્જવલ હળવદ" મહોત્સવ આમતો આખા હળવદ ગામનો તેમજ હળવદ માં વસવાટ કરતી દરેક જ્ઞાતિ અને જાતી, ધર્મ નો છે તેમજ કોમી એકતા અને ગામના સંપને દર્શાવતો ઐતિહાસિક દિન છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખીને સાદગીપૂર્ણ અને સંક્ષિપ્તમાં ઉજવવામાં આવ્યો હતો. 
 
રાજમહેલ ચોક સ્થિત બત્રીસ થંભિમા જે હળ થી હળવદ ગામનો પાયો નાખવામાં આવ્યો હતો એ હળ નું પૂજન તેમજ તોરણ વિધાન, ગૌ પૂજન વિધિ કરી અને રાજરાજેશ્વરી અધ્યાશક્તિમાંના આશિષ પ્રાપ્ત કરી અને શરણેશ્વર દાદાના દર્શન કરવા પ્રયાણ કરવામાં આવ્યું હતું. જ્યાં શરણનાથ મંદિરના હોદેદારો તેમજ સેવકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

હળવદ- ધ્રાંગધ્રા મહારાજા શ્રી રાજ જયસિંહજી મેઘરાજસિંહજી સાહેબે અમેરિકાથી આ ઉજવણી પ્રસંગે શુભ આશીષ અને શુભેચ્છાઓ પાઠવેલ.

આ કાર્યકર્મને શ્રી હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ, શ્રી હળવદ યુવા સંગઠન શ્રી હળવદ સ્થાપના દિન મહોત્સવ સમિતિ, ઝાલાવાડ પ્રાંત દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. 

 પ્રેસ રિપોર્ટર

અમિતજી વિધાંણી હળવદ

Related News