હળવદના કવાડિયા નજીક કોલસા ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ‌ મચી

SAURASHTRA Publish Date : 08 February, 2021 03:10 PM

 


હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર કવાડીયા ગામ નજીક મોરબી તરફ થી ધાંગધા તરફ ચડતો જતો કોલસા ભરેલી ટ્રકમાં કોઈ અગમ્ય કારણોસર ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.બનાવની જાણ ફાયર ફાયટરો થતા ઘટનાસ્થળે દોડી ને આગ  બુજાવા તજવીજ હાથ ધરી હતી જોકે સદ્નનસીબે એ ટ્રક‌ચાલક નો‌ આબાદ બચાવ થયો હતો.
હળવદ ધાંગધ્રા માળીયા હાઈવે પર અવાર નવાર અકસ્માત થવાના બનાવ બનતા હોય છે ત્યારે રવિવારે હળવદ નજીક આવેલ ‌કવાડીયા ગામ‌ પાસે મોરબી થી  ધાંગધ્રા તરફ જતો કોલસાભરેલો ટ્રકમાં કોઈ  અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી આગની જાણ ટ્રકના ડ્રાઇવર થતાં ટ્રક ચાલક ટ્રક ઊભો રાખીને નીચે ઉતરી જતા ડ્રાઈવર નો આબાદ બચાવ થયો હતો બનાવની જાણ પોલીસને થતા ફાયર ફાઈટરની જાણ કરતા ફાયર ફાઈટર દ્વારા આગ કાબુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.               

પ્રેસ રિપોર્ટર 
અમિતજી વિધાંણી હળવદ

Related News