કઠુઆ જિલ્લામાં 10 દિવસની અંદર બીજી સુરંગ બીએસએફના હાથ લાગી:વધુ એક ષડયંત્ર નાકામ

NATIONAL NEWS Publish Date : 23 January, 2021 06:58 PM

સરહદીય સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા બોર્ડર સિક્યુરીટી ફોર્સ (બીએસએફ)એ કઠુઆ જિલ્લાના પાનસર ખાતેની બીએસએફની ચોકી નજીક 150 મીટર લાંબી ગુપ્ત સુરંગને ઝડપી પાડી છે. 

10 દિવસમાં બીએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવનાર આ બીજી સુરંગ છે. આ પહેલા 13 જાન્યુઆરીએ  પણ આ જ વિસ્તારમાંથી 150 મીટર લાંબી પાકિસ્તાની સુરંગ ઝડપાઈ હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આ ગુપ્ત સુરંગ દ્વારા આતંકીઓની ભારતમાં ઘુસણખોરી કરાવી રહી છે. સુરંગ મળતા બીએસએફ એલર્ટ મોડ પર આવ્યું છે અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

Related News