INDvsAUS:ઑસ્ટ્રેલિયાએ 12 રનોથી મેચ જીતી:ભારતે 2-1થી શ્રેણી જીતી

SPORTS Publish Date : 08 December, 2020 12:54 PM

ઓસ્ટ્રેલિયાએ સિડની ખાતે મંગળવારે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ઈન્ડિયાને 12 રનની પરાજય આપ્યો છે. આ સાથે જ ત્રણ મેચોની ટી20 શ્રેણી પર ભારતે 2-1થી કબ્જો કર્યો છે.

ઓસ્ટ્રેલિયાના 187 રનના લક્ષ્યને પાર પાડવા  ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુંકસાન પર 174 રન જ બનાવી શકી. સીરિઝમાં શાનદાર પ્રદર્શન માટે હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ સીરિઝથી નવાજવામાં આવ્યો. જ્યારે ત્રીજી ટી20માં ત્રણ વિકેટ ઝડપનારા મિશેલ સ્વેપ્સનને મેન ઓફ ધ મેચનો ઓવોર્ડ આપવામાં આવ્યો.

Related News