ઇસરોની વધુ એક સફળતા:કોમ્યુનિકેશન સેટેલાઇટ CMS01 લોન્ચ કરાયું

SCIENCE & TECH Publish Date : 17 December, 2020 01:29 AM

. ઈસરોએ ભારતના 42માં સંચાર ઉપગ્રહને ગુરુવારે ISRO દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપગ્રહ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં મદદ કરશે. કોરોનાકાળમાં ISRO દ્વારા કરવામાં આવેલું આ બીજું પ્રક્ષેપણ છે.

શ્રી હરિકોટા ખાતે બીજા પ્રક્ષેપણ સ્થળેથી ગુરુવારે બપોરે 3.41 વાગ્યે PSLV-C50 રોકેટ અંતરિક્ષ માટે રવાના થયું. આ સંચાર ઉપગ્રહ પ્રક્ષેપિત કરવા માટે 25 કલાકનું કાઉન્ટડાઉન બુધવારે થરૂ થઈ ચુક્યું હતું. ધ્રુવિય ઉપગ્રહ પ્રક્ષેપણ યાનનું આ 52મું અભિયાન છે.CMS-01, ઈસરોના 42મો સંચાર ઉપગ્રહ છે અને તેને ભારતની મુખ્ય ભૂમિ, અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપને કવર કરતા ફ્રિક્વન્સી સ્પેક્ટ્રમના વિસ્તારિત સી બેંડમાં સેવા પુરી પાડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

Related News