જામજોધપુર એ.વી.ડી.એસ કોલેજ ખાતે શૈક્ષણિક કાર્ય નો પ્રારંભ

SAURASHTRA Publish Date : 09 February, 2021 09:55 AM

 

જામજોધપુર એ.વી.ડી.એસ કોલેજ ખાતે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

રાજ્યમાં કોરોના મહામારી બાદ શૈક્ષણિક કાર્ય ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે. જેમાં પ્રથમ વર્ષના શિક્ષણ કાર્યને પણ છૂટ આપવામાં આવી છે. ત્યારે જામજોધપુર ખાતે કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું. કોલેજનું શિક્ષણકાર્ય શરૂ થતાં કૉલેજમાં યુવાવર્ગની હાજરી જોવા મળી હતી. તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને શૈક્ષણિક કાર્ય માટે કોલેજ પહોંચી ગયા હતા. કોલેજે પણ કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટનસ ની બેઠક વ્યવસ્થા સાથે વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે .તે પ્રસંગની તસવીરો....

Related News