મહારાષ્ટ્ર આગ દુર્ઘટના: બેદરકારીના કારણે 10 બાળકો જીવતા ભૂંજાયા

NATIONAL NEWS Publish Date : 09 January, 2021 01:33 PM

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સવારે આગ લાગવાથી 10 નવજાતનાં મોત થયાં છે. ઘટના સિક ન્યૂબોર્ન કેર યુનિટ(SNCU)માં બની હતી. આ ઘટના માટે હોસ્પિટલ પ્રશાસનને જવાબદાર ગણવામાં આવે છે. વોર્ડમાં 17 બાળક હતાં, એમાંથી 7 બાળકને બચાવી લેવાયાં છે.

 

હોસ્પિટલના મેડિકલ ઓફિસર પ્રમોદ ખંડાતેના જણાવ્યા પ્રમાણે, મોડી રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ દુર્ઘટના બની હતી. ન્યૂબોર્ન યુનિટમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. નર્સે દરવાજો ખોલી જોયું કે વોર્ડમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. તેણે તરત જ સિનિયર ડોક્ટર્સને જાણ કરી. કર્મચારીઓએ બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું, પણ ત્યાં સુધીમાં 10 માસૂમ દમ તોડી ચૂક્યા હતા. 7 બાળકને બચાવી લેવાયાં છે. તેમને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.

 

આ ઘટના અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા છે

Related News