બૉલીવુડ ડ્રગ મામલો:બૉલીવુડ સેલેબ્સના 85 ગેજેટ્સ ગાંધીનગર એફએસએલ માં તપાસ અર્થે મોકલ્યા

ENTERTAINMENT Publish Date : 15 December, 2020 01:47 AM

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ સંબંધિત કેસમાં NCBએ 85 ગેજેટ્સ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે. ગાંધીનગર, ગુજરાતની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવેલા ગેજેટ્સ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક ચક્રવર્તી, અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને અભિનેતા અર્જુન રામપાલ જેવા બોલિવૂ઼ડના સેલેબ્સ અને તેમની સાથે જોડાયેલા લોકોના છે. મળતી માહિતી મુજબ ગેજેટ્સમાં લેપટોપ, પેન ડ્રાઈવ અને ટેબલેટ સામેલ છે.લગભગ 3 મહિના પહેલા દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રાદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ સાથે NCBએ પૂછપરછ કરી હતી. મેનેજર કરિશ્મા પ્રકાશની સાથેની ચેટ વાઈરલ થયા બાદ દીપિકા પાદુકોણનું નામ આ કેસમાં જોડાયું હતું. જ્યારે સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ રિયા ચક્રવર્તીએ પૂછપરછ દરમિયાન લીધું હતું. ટેલેન્ટ મેનેજર જયા સાહાની સાથે થયેલી ચેટ વાઈરલ થયા બાદ શ્રદ્ધાનું નામ ડ્રગ્સ કેસમાં જોડાયું હતું.

Related News