આવતા અઠવાડિયે તાપમાનનો પારો ઉંચો સરકે તેવી સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ:પડી શકે છે કાળઝાળ ગરમી

BREAKING NEWS Publish Date : 02 March, 2021 08:19 PM

રાજ્યમાં સત્તાવાર રીતે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. દિવસ દરમિયાન તાપ સાથે ગરમીનો અનુભવ થવા લાગ્યો છે ત્યારે આ અઠવાડિયાના અંતમાં તાપમાનનો પારો ઉંચો સરકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

હાલનું લઘુતમ તાપમાન 18 ડીગ્રી અને મહત્તમ તાપમાન 36 ડીગ્રી આસપાસ છે પરંતુ આગામી તા. 5 અને 6 ના રોજ મહત્તમ તાપમાન 38 ડીગ્રી આસપાસ પહોંચી જશે, લોકોને પણ આકરા તાપ સાથે ગરમીનો અહેસાસ થશે

Related News