રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સ્વ. અભયભાઈ ભારદ્વાજને શ્રધ્ધાંજલી માટે મહારક્તદાન શિબિરનું આયોજન 

RAJKOT-NEWS Publish Date : 18 December, 2020 03:49 AM

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સ્વ. અભયભાઈ ભારદ્વાજને શ્રધ્ધાંજલી માટે મહારક્તદાન શિબિરનું આયોજન 

 
રાજકોટ ખાતે આગામી તારીખ 23 ડિસેમ્બરના રોજ સ્વનિર્ભર શાળા મંડળના સંચાલકો દ્વારા સ્વ અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે , આ મહારક્તદાન શિબિરમાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે , શહેરના ઢેબર રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે , જેમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન લિંક પણ આપવામાં આવી છે , 
 
 રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ૨૩ ડિસેમ્બર, બુધવારના રોજ ઢેબર રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સવારે ૭:૩૦ થી બપોરે ૧:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૭:૦૦ કલાક દરમિયાન મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે... 
 
  રાજકોટ શહેરમાં કોવિડ-૧૯ ની પરિસ્થિતીના કારણે માનવ રક્તની અછત સતત વર્તાઇ રહી છે અને સ્વૈચ્છિક રકતદાતાઓનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે, આવા સમયમાં શિક્ષણ ઉપરાંત અનેક વિવિધ સામાજીક, સાંસ્કૃતિક અને સેવાકિય પ્રવૃતિઓ કરતી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા એક અનુકરણીય રકતદાન પ્રવૃતિનું આયોજન કરવામાં આવેલ છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ શહેર ઉપરાંત જીલ્લાના સંચાલક મંડળ દ્વારા ઝોન વાઇઝ અને તાલુકા કક્ષાએ પણ રકતદાન શિબિરોના આયોજન કરવામાં આવનાર છે. આ શિબિરમાં તમામ શાળા સંચાલકો, આચાર્યગણ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપરાંત તે વિસ્તારના રહેવાસીઓ તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના હરિભક્તો ભાગ લેશે....
 
 
આ મહારક્તદાન શિબિરમાં રાજયના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચીવ ડો. વિનોદ રાવ, ભાજપાના પ્રદેશ આગેવન શ્રી નિતિનભાઈ ભારદ્વાજ અને સ્વ. અભયભાઈ ભારદ્વાજના સુપુત્ર અને અગ્રણી ધારાશાસ્ત્રી શ્રી અંશ ભારદ્વાજ, ભાજપ અગ્રણીઓ શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રી કમલેશભાઈ મિરાણી, સ્વામિનારાયણ ગુરુકુળના સંતો તેમજ અનેક સામાજિક, રાજકીય અને શૈક્ષણિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ રક્તદાન શિબિરમાં રાજકોટની સિવિલ હોસ્પીટલની બ્લડ બેંક અને ફિલ્ડ માર્શલ બ્લડ બેંક દ્વારા સેવા આપવામાં આવશે, તેમજ તમામ રક્તદાતાઓને તેમની સરાહનિય પ્રવૃતી માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સ્મૃતિભેંટ આપવામાં આવશે. રક્તદાન કરવા ઈચ્છુક રક્તદાતાઓને મંડળ દ્વારા આપેલ લીંક (http://forms.gIe/FByCUm5ZbRn1MDf89) પર પોતાનું નામ નોધાવવા અપીલ કરવામાં આવી  છે. આ ઉપરાંત વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે આપેલ મોબાઇલ નંબર +૯૧ ૯૮૨૫૦ ૬૯૪૯૯ તથા +૯૧ ૯૦૯૯૦ ૫૨૫૦૩  ઉપર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવામાં આવ્યુ છે.  
 
  આ અનુકરણીય અને ઉમદા અભિયાનને સફળ બનાવા માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી.વી.મહેતા, મહામંત્રી શ્રી અવધેશભાઈ કાનગડ, પૂર્વ પ્રમુખ શ્રી અજયભાઈ પટેલ, રાજયના પ્રમુખ શ્રી ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ શ્રી જતીનભાઈ ભરાડ, અગ્રણી શ્રી  ડી. કે. વડોદરિયા તેમજ જયદીપભાઈ જલુના માર્ગદર્શન હેઠળ કોઠારીયા ઝોનના ઉપપ્રમુખ શ્રી હસુભાઈ મલ્યાણી, મવડી ઝોનના ઉપપ્રમુખ શ્રી પુષ્કરભાઈ રાવલ, મહામંત્રી શ્રી રાજેશભાઈ મહેતા, શ્રી રાજભાઈ ઉપાધ્યાય, શ્રી વિનુભાઈ શંખલિયા, શ્રી ભાર્ગવભાઈ મયાત્રા, શ્રી જગદીશભાઈ દોંગા, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી પરેશભાઈ રોલા, શ્રી ચેતનભાઈ ટાંક, શ્રી રધુવીરસિંહ રહેવર, શ્રી અરુણભાઈ સુરાણી, શ્રી હાજીભાઈ ડોડીયા, શ્રી અંશ ગાજીપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ રક્તદાન શિબિરમાં જોડાવા તથા રક્તદાન કરી ઉમદા માનવ ધર્મ નિભાવવા તમામ જનતાને મંડળ દ્વારા આહવાન આપવામાં આવે છે.  
 
  

Related News