ટ્રેનમાં મળશે યાત્રિકોને વાઇફાઇની સુવિધા:રેલ મંત્રાલય આપશે વધુ એક સુવિધા

NATIONAL NEWS Publish Date : 01 March, 2021 02:09 PM

રેલવે મંત્રાલય દ્વારા મુસાફરોને વધુ એક સુવિધા આપવાની તૈયારી કરી લીધી છે, મુસાફરી દરમિયાન યાત્રિકોને ઘણી વખત ટ્રેનોમાં સિગ્નલ ની સમસ્યાઓ થતી હોય છે જેને લઈ રેલવે દ્વારા હવે ટૂંક સમયમાં કેટલીક ટ્રેનોમાં વાઇફાઇ નાઈ સુવિધા શરૂ કરાશે,  જો કે આ સુવિધા માત્ર રાજધાની, દૂરંતો એક્સપ્રેસ અને શતાબ્દી જેવી ટ્રેનોમાં મળશે, આ સુવિધાઓથી હજારો મુસાફરોને ફાયદો થશે, 

રેલવે મંત્રાલય દ્વારા પહેલા તબક્કામાં 27 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, એપ્રિલ પછી ટ્રેનો પર wi-fi સિસ્ટમ   ઇન્સ્ટોલ થવાનું શરૂ થશે, રેલવે દ્વારા આ કામ રેલટેલ ને સોંપવામાં આવ્યું છે

Related News