ગ્રીનલેન્ડ ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇકને આપી ટક્કર: એક નું મોત

RAJKOT-NEWS Publish Date : 06 January, 2021 07:09 PM

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે કારના શો રૂમ સામે ઓવરબ્રિજ પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બિહારના સતીષકુમારસીંગ (ઉં.વ.35)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું . જ્યારે તેના મિત્રને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Related News