એઇમ્સ માટે વધુ 5 નવા બાંધકામ ને મંજૂરી આપતું રૂડા

RAJKOT-NEWS Publish Date : 24 December, 2020 07:38 PM

એઇમ્સ માટે વધુ 5 બાંધકામ પ્લાન રૂડામાં ઇનવર્ડ હાલ જમીન સમથળ અને 201 એકર ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામનો પ્રારંભ

રાજકોટના જામનગર રોડ પર એઇમ્સ હોસ્પિટલના સ્ટ્રક્ચર માટેની પ્રાથમિક તૈયારીઓએ વેગ પકડી છે. હોસ્પિટલ માટે વધુ 5 નવા બાંધકામ પ્લાન રૂડામાં સબમીટ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 9 પ્લાન આવ્યા છે. નવા આવેલા પ્લાન સ્ટાફ ક્વાર્ટર અને અન્ય રેસીડેન્સીયલ છે.
શહેરના વિકસિત એવા જામનગર રોડ પર ખંઢેરી પાસે 201 એકર સરકારી જમીન એઇમ્સ હોસ્પિટલ માટે ફાળવવામા આવી છે. હોસ્પિટલના નિર્માણ માટે કેન્દ્ર સરકારે ટેકિકલ રિપોર્ટ તૈયાર કરી આપવા માટે એજન્સીની નિમણુંક કરી હતી. એજન્સીએ તેના પેટામાં અમદાવાદની કેસીટી ક્ધસલ્ટન્સીને બે પ્રકારનો સર્વે કરવાનું કામ આપ્યુ હતુ. જેમા જમીનનો ટોપોગ્રાફીકલ સર્વે અને સોઇલ ટેસ્ટ(જમીનની ગુણવતા)નો ટેસ્ટ કરવામા આવ્યો હતો. આ સર્વેમાં હાઇ-વે ટચ, હોસ્પિટલનું બિલ્ડીંગ, સ્ટાફ ક્વાટર્સ, ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ, મેડિકલ વેસ્ટના નિકાલનો પ્લાન્ટ, વરસાદી પાણી ભરાય નહીં અને તેના નિકાલ માટેની વ્યવસ્થા સહિત 100થી વધુ ટેકનિકલ બાબતોનો સમાવેશ કરાયો છે.એઇમ્સ હોસ્પિટલ જ્યા બનવાની છે ત્યા સરકારી ખરાબાની જમીન ઉપરાંત ઢોળાવ પણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મુળભુત કામ શરૂ થાય એ પહેલા જમીન સમથળ કરવા માટે કામ શરૂ કરી દેવામા આવ્યુ છે. આ ઉપરાંત સાથોસાથ જ નિયત કરેલી 201 એકર જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ પણ શરૂ કરી દેવામા આવ્યુ છે. હોસ્પિટલ સંકુલમાં અલગ અલગ કુલ 19 બિલ્ડીંગ બનવાની છે. એ પૈકી અત્યાર સુધીમાં 4 પ્લાન દિલ્હી સ્થિતએઇમ્સના વ્યવસ્થાપકોએ રજૂ કર્યા હતા. વધુ 5 પ્લાન ઇનવર્ડ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 9 પ્લાન રજૂ થયેલા છે. તબક્કાવાર રીતે જેમ પ્લાન મંજૂર થતા જશે તેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ આગળ વધારવામા આવશે.
અત્યાર સુધીમાં આટલા બાંધકામ પ્લાન ઇનવર્ડ થયા

2 ઓ.પો.ડી. બિલ્ડિંગ
8 ઓપરેશન થિયેટર
1 અન્ડર ગ્રેજ્યુએટ ગર્લ્સ એન્ડ બોયઝ હોસ્ટેલ
1 રેસીડેન્શિયલ કોલોની
1 નાઇટ
સોલ્ટર
1 ડાયરેકટર બંગ્લોઝ
5 સ્ટાફ ક્વાર્ટર- રેસીડેન્શિયલ

આ રીતે બનશે એઇમ્સનું માળખું બનાવવાનું પ્રાથમિક આયોજન

સારવાર બેડ ડોકટર
કાર્ડિયોથોરોસિક-બાયપાસ 300 08
ની-હીપ રિપ્લેસમેન્ટ 100 04
સ્પાઇનલ સર્જરી 150 06
બર્ન્સ યુનિટ 240 08
કોરોનલ અને રેટિનલ 60 04
કીડની ટ્રાન્સપ્લાન્ટ 60 04
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ 100 06
પ્લાસ્ટિક સર્જરી 240 08
આઇવીએફ 80 04
હિમેટોલોજી 160 06
સિટી સ્કેન-એમઆઇઆર 06 12
કેન્સર સર્જરી, કેમોથેરાપી,
રેડિયોથેરાપી 300 12
એર એમ્બ્યુલન્સ 04 04
(આ ઉપરાંત અન્ય તમામ રોગની
સારવાર, આધુનિક ઓપીડી સુવિધા, મેડિકલ કોલેજ, રિસર્ચ સેન્ટર પણ હશે)

Related News