રાજકોટ ભાજપના ઉમેદવારોમાં રઘુવંશી સમાજનો એકડો નીકળી ગયો ;માત્ર 3 જ ટિકિટ ફાળવાતા રઘુવંશીઓમાં ભારે રોષ

TOP STORIES Publish Date : 04 February, 2021 06:20 PM

 

રાજકોટ ભાજપના ઉમેદવારોમાં રઘુવંશી સમાજનો એકડો નીકળી ગયો ;માત્ર 3 જ ટિકિટ ફાળવાતા રઘુવંશીઓમાં ભારે રોષ 

 

લોહાણા-વણિક-સોની સમાજની બાદબાકી 

ભાજપના ઉમેદવારોમાં અનેક જ્ઞાતિ નારાજ 

રઘુવંશીઓની વફાદારી ન કામ આવી 

 

રાજકોટ મહાપાલિકાની ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, યાદી  જાહેર થતાની સાથે જ ભડાકો થયો છે.. ભાજપને કાયમ માટે વફાદાર ગણાતા રઘુવંશી સમાજનો એકડો નીકળી ગયો હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે , લોહાણા સમાજના માત્ર 3 જ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેને લઈને લોહાણા સમાજમાં ભારે નારાજગી સાથે રોષ ભભૂકી ઉઠ્યો હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે અને પાર્ટી એ કદર ન કરી હોવાનું ટેલિફોનિક વાતચીતમાં એક બીજાને રઘુવંશીઓ કહી રહ્યા છે .. રાજકોટમાં 2 લાખ કરતા વધુ લોહાણા સમાજની વસ્તી છે અને તેમાંથી માત્ર 3 જ ટિકિટ આપવામાં આવી છે જેને લઈને રઘુવંશી સમાજ નારાજ છે તો સોની સમાજ જેમાં હાલારી અને ઝાલાવાડી બંને આવે છે તેમાંથી માત્ર કહેવા પૂરતી એક જ ટિકિટ આપવામાં આવી છે જેમાં હાલારી સમાજની સાવ બાદબાકી છે જોકે સમાજના આગેવાનો પોતાના આંતરિક રોટલા શેકી લેતા હોઈ છે જેથી સમાજ આગળ નથી આવતો, આ બધા વચ્ચે લોહાણા સમાજ, સોની સમાજ, વણિક સમાજને જરૂરી પ્રતિનિધિત્વ મહાપાલિકામાં આપવામાં આવ્યું ન હોવાથી આગામી સમયમાં આ સમાજના લોકો વિચારીને આગળ વધશે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે જે આગામી સમયમાં નવા રાજકીય સમીકરણો પણ સર્જી શકે છે....આમ સવર્ણ અને સમાજના મધ્યમ અને વેપારી વર્ગનો એકડો કાઢી નાખવામાં આવ્યો હોઈ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે , ત્યારે હવે જોવાનું એ છે કે કોંગ્રેસ આ સમાજના ટિકિટ અપેક્ષિતો ને કેટલું મહત્વ આપે છે 

 

Related News